Wed. Sep 28th, 2022
  • બોલીવુડ ની સૌથી સુંદર અભિનેત્રી માની એક દિશા પટનીની ફેશન સેન્સ ખૂબ જ અદભૂત છે. જ્યારે પણ તે ડ્રેસ પહેરે છે,ત્યારે તેની ચર્ચા શરૂ થઈ જાય છે.આ વખતે દિશા પટણીએ પહેર્યો છે ખૂબ જ મોંઘો ડ્રેસ, જેની કિંમત સાંભળીને તમે ચોંકી જશો.

  • દિશા પટનીના હોટ ફોટાએ મચાવ્યો ખળભળાટ
    દિશા પટનીએ તેની કેટલીક નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે લાઈટ પર્પલ કલરના મિની ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ હોટ લૂક ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.કોમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.

  • કેમેરા સામે આપ્યા બોલ્ડ પોઝ અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કર્યા છે,જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. તસવીરોમાં દિશાના લૂક સિવાય તેના ડ્રેસને લઈનેપણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેનો આ ડ્રેસ ખૂબ જ મોંઘો છે, કિંમત સાંભળીને હોશ ઊડી જશે.

  • ખૂબ જ મોંઘો છે દિશા પટનીનો આ ડ્રેસ
    જો તમે પણ આ ડ્રેસ ખરીદવા માગો છો,તો તમારે તેના માટે ઘણા પૈસા ખર્ચવા પડશે.અહેવાલ અનુસાર,દિશાના આ ડ્રેસની કિંમત 97,882 રૂપિયા છે. એટલે કે આ ડ્રેસ માટે તમારે લગભગ એક લાખ રૂપિયા ચૂકવવા પડશે.આ ડ્રેસમાં દિશા તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ના સ્ક્રિનિંગમાં પહેરીને ગઈ હતી.

  • આ સિવાય લોકોનું ધ્યાન દિશા પટનીની હેન્ડ બેગ પર પણ ગયું હતું.ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન તે ખૂબ જ નાની હેન્ડ બેગ સાથે જોવા મળી હતી. અહેવાલ અનુસાર,દિશાની આ નાની બેગની કિંમત લગભગ 46 હજાર રૂપિયા છે.

  • દિશા પટાનીની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો,હાલમાં દિશા પટની તેની નવી ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ માટે ચર્ચામાં છે.આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *