Thu. Sep 29th, 2022
  • અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના અંગત જીવનને લઈને એક અહેવાલ સામે આવ્યો છે.ઘણા સમયથી સમાચાર આવી રહ્યાં હતા કે નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ ક્યારેય સામે આવીને તેમના સંબંધોને જાહેર કર્યા નથી. પહેલીવાર નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના સંબંધોના સંકેત આપ્યો છે. બંનેની પોસ્ટ જોઈને સમજાય છે કે બંને છૂપી રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

  • આ વખતે બંનેની તસવીર પર કરવામાં આવેલી કમેન્ટને કારણે બંને વચ્ચેના સંબંધોને ફિક્સ માનવામાં આવી રહ્યા છે.નવ્યા નવેલી નંદાએ થોડા સમય પહેલા તેની 2 તસવીરો શેર કરી હતી.તસવીરમાં તે હિલ સ્ટેશનના ટેરેસ પર બેઠેલી જોવા મળે છે. નવ્યાએ આ ફોટો શેર કરીને લખ્યું છે કે આ ફોટો ચાંદે ક્લિક કર્યો છે.

  • સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરી રહી છે નવ્યા નવેલી નંદા આ સાથે તેણે ચંદ્રનું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું. આ સાથે સિદ્ધાંત ચતુર્વેદીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પર્વતોની તસવીરો શેર કરી છે. સિદ્ધાંત ચતુર્વેદીએ ફોટો શેર કર્યો અને લખ્યું કે પહાડીની ટોચ પર ક્યાંક બેન્ચ છે. જ્યાં હું વૃદ્ધાવસ્થાની વાતોની રાહ જોઈ રહ્યું છું.

  • નવ્યા નવેલી નંદાએ પોસ્ટ ડિલીટ કરી આ ફોટા પર સ્માઈલ શેર કરતા નવ્યાએ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. તેમના અફેરના સમાચાર એટલા માટે પણ આવી રહ્યા છે કારણ કે સિદ્ધાંત દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો તે જ જગ્યાનો છે જ્યાં નવ્યા નવેલી નંદાએ ફોટો શેર કર્યો હતો. એવું લાગે છે કે આ કમેંટ કર્યા પછી નવ્યા નવેલી નંદાએ સિદ્ધાંતની પોસ્ટ પરની તેણીની કમેંટ ડીલેટ કરી નાખી છે.

  • ઋષિકેશમાં સાથે બંનેના ફોટા જોઈને ચાહકોને લાગી આવ્યું કે બંને ઋષિકેશમાં છે.તમને જણાવી દઈએ કે હાલમાં જ સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની ડેટિંગના સમાચાર પર છોકરીનું નામ જાહેર ન કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે તે જાણે છે કે હું તેના કરતાં વધુ સારું નહીં કરી શકું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *