આ કારણે ઓશીકા નીચે જૂતા લઈને સૂતા હતા અમિતાભ બચ્ચન,પોતે જ કર્યો આ મોટો ખુલાસો

Uncategorized
  • ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય રિયાલિટી ક્વિઝ શો’કૌન બનેગા કરોડપતિ’ને આજકાલ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.હવે પ્યાર મળે પણ કેમ નઇ…અરે ભાઈ આ શોને હોસ્ટ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવે છે.તેઓ આ શોને હોસ્ટ કરે છે અને તેને પ્રેક્ષકોનો પ્રેમ નથી મળે…આવું તો આ સમયમાં થતાં રહ્યું.હા, રિયાલિટી ક્વિઝ શો’કૌન બનેગા કરોડપતિ’દરમિયાન અમિતાભ બચ્ચન માત્ર સ્પર્ધકોને સવાલો જ નહીં,પરંતુ તે તેમની સાથે મજાક પણ કરે છે.આ એપિસોડમાં અમિતાભ બચ્ચન આખી દુનિયાની સામે પોતાના કેટલાક ઉંડા રહસ્યો જાહેર કરતાં જોવા મળે છે અને આ વખતે તેમણે એક ખૂબ જ રસિક કિસ્સો કહયો છે.

  • મંગળવારના એપિસોડમાં મહારાષ્ટ્રના હેમંત હોટશીટ પર આવ્યા,જ્યારે પ્રશ્નોના જવાબ આપતા તેમણે તેમના પરિવાર વિશે પણ જણાવ્યું.આ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાની જાતને લગતી એક વિશેષ કથા પણ શેર કરી,જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે.હોટશીટ પર બેસીને હેમંત તેના પરિવાર સાથે સંબંધિત બધી ભાવનાત્મક કહાનીઓ વર્ણવતા જોવા મળશે,જેમાં તે આઇસક્રીમનો ઉલ્લેખ કરે છે,ત્યારબાદ અમિતાભ બચ્ચને પણ તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો હતો.

  • ઓશીકા નીચે જૂતા રાખતા અમિતાભ બચ્ચન
  • હેમંતની વાત સાંભળીને અમિતાભ બચ્ચન ખૂબ ભાવુક થઈ ગયા અને તેમણે પણ પોતાના બાળપણની વાત શેર કરતાં કહ્યું કે મેં પણ મારા માતા-પિતા ઉપર કોઈ દબાણ મૂક્યું ન હતું.આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચને વધુમાં કહ્યું કે જ્યારે મને જૂતા ગમતાં ત્યારે હું તેમને ફક્ત કહેતો,પણ પછી જ્યારે પણ મને તે જૂતા મળે ત્યારે હું તેને મારા ઓશીકા નીચે મૂકી સુતો,કારણ કે માતાપિતાએ તે મને અપાવ્યું હતું અને તે મારા માટે કિંમતી હતું.

  • હેમંતે કર્યા બધાને ભાવુક
  • હોટશીટ પર બેઠાલા હેમંત બુધવારે તેના પરિવાર વિશે ઘણી કહાનીઓ કહેશે,જેથી ત્યાં હાજર દરેકને ભાવનાત્મક બનાવશે.કહી દઇએ કે હેમંત કહે છે કે તેણે બાળપણમાં તેના માતાપિતા પાસે કોઈ જિદ્દ ન કરી હતી,ભલે તેનું કેટલું પણ મન હોય.એક ટુચકો શેર કરતા તેણે કહ્યું કે એકવાર આઈસ્ક્રીમવાળો એક શેરીમાં ઉભો હતો,તે જોઈને મને ખૂબ જ મન થયું,પણ ઘરમાં પૈસા નહોતા,તેથી મેં મારી માતાને કહ્યું નહીં,આ સાંભળીને તેની માતાની આંખોમાં આંસુ આવી ગયા.

  • કરોડપતિ બનવામાં ચૂકી ગઈ આ મહિલા
  • કૌન બનેગા કરોડપતિની આ સિઝનની પ્રથમ કરોડપતિ બનતા બનતા પ્રથમ મહિલા ચૂકી ગઇ.હકીકતમાં,મહિલાએ 50 લાખ રૂપિયા સુધી જીતીને રમત માટે કવાઇટ કર્યું હતું,ત્યારબાદ તે કરોડપતિ બનવામાં ચૂકી ગઈ હતી.જણાવી દઈએ કે ચરણ ગુપ્તાએ એક કરોડ રૂપિયાનો જવાબ આપ્યો ન હતો અને તે ફક્ત 50 લાખ રૂપિયા લઈને ત્યાંથી ચાલી ગઈ.આ સિઝનમાં અત્યાર સુધી ચરણ ગુપ્તા જ આટલી વધુ રકમ જીતવામાં સફળ રહ્યા છે.જોકે,પ્રેક્ષકો હજી પણ આતુરતાથી કૌન બનેગા કરોડપતિની રાહ જોઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *