પાંચ વર્ષ જંગલમાં ભટક્યું ઘેટુ,35 કિલો ઊન કાઢી બચાવવામાં આવ્યો જીવ

Uncategorized
  • ઑસ્ટ્રેલિયાના જંગલોમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.અહીં એક ઘેટાના શરીરમાંથી આશરે 35 કિલો ઊન કાઢવામાં આવ્યું છે.આ ઘેટાં માથી ઉન કાઢતાં પહેલાં તે ઊનનો દડા બની ગયું હતું.

  • બીબીસીના એક અહેવાલ મુજબ,બરાક નામનો આ ઘેટો ઑસ્ટ્રેલિયાના જંગલોમાં ભટકતો હતો.જ્યારે લોકોએ તેને જોયો, તે ઊનના વર્તુળની જેમ દેખાતી હતો.આ ઘેટાંને પકડ્યા પછી,જ્યારે તેના વાળ કાપવામાં આવ્યાં, ત્યારે લગભગ 35 કિલો ઊન બહાર આવ્યું.

  • ખરેખર આ ઘેટુ વિક્ટોરિયન સ્ટેટ ફોરેસ્ટમાં ભટકતા લોકોનાં જૂથ દ્વારા મળ્યું હતું.આ ઘેટાંને બચાવી લેવામાં આવ્યો હતો અને એનિમલ રેસ્ક્યૂ સેન્ટર લાવવામાં આવ્યો હતો.આ કેન્દ્રમાં ઊનને ઘેટાંના શરીરથી અલગ પાડવામાં આવતું હતું.આનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે ઊનને દૂર કર્યા પછી એકદમ અલગ લાગે છે.

  • એવું માનવામાં આવે છે કે આ ઘેટુ છેલ્લા 5 વર્ષથી આ રીતે ભટક્તું હતું,જેના કારણે તેના શરીર પર આટલૂ બધૂ ઉન એકઠુ થઈ ગયું છે.મિશન ફોર્મ સેન્ચ્યુરીના સ્થાપક પામ આહાર્ને જણાવ્યું હતું કે આખા આટલા ઊનની નીચે હોવા છતાં આ ધેટું જીવંત હોવાનો વિશ્વાસ નથી આવતો.

  • પામએ એમ પણ કહ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ વર્ષથી આ ઘેટાંની ઊન કાપવામાં આવતી નહોતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘેટુ નાનું હોશે,ત્યારે તે જંગલમાં ભટક્યૂ હશે અને તેને શહેરમાં પાછું આવવાનો રસ્તો નહીં મળ્યો હોય.

  • એવું પણ કહેવામાં આવ્યું હતું કે શરીર પર ઘણું ઊન હોવાને કારણે ઘેટુ બરાબર ચાલી શક્તું ન હતું.જો બરાકનું ઊન કાપવામાં ન આવ્યું હોત,તો તે કદાચ ઉનાળામાં જ મરી ગયુ હોત.અત્યારે આ ઘેટુ સલામત છે અને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *