પડદા પર આ કલાકારોએ ભજવ્યું છે રાવણનું પાત્ર,દમદાર અભિનય થઈ પ્રેક્ષકો પર છોડી છાપ

Uncategorized
 • રાવણ એક એ પાત્ર છે જે વિલનની સાથે સાથે એક મહાન વિદ્વાન માનવામાં આવે છે.તે ભગવાન શિવ નો મોટો ભક્ત હતો અને સ્ક્રીન પર રાવણનું પાત્ર ભજવવા માટે હંમેશા એક મજબૂત અભિનેતાની શોધ થઈ છે.આમાંના કેટલાક કલાકારોએ તેમની રજૂઆતથી જબરદસ્ત છાપ ઉભી કરી હતી.
 • પ્રેમ નાથ

 • 1976 માં રિલીઝ થયેલી ફિલ્મ બજરંગ બાલીમાં અભિનેતા પ્રેમનાથે રાવણનો રોલ કર્યો હતો.બિશ્વજીતે આ ફિલ્મમાં રામની ભૂમિકા ભજવી હતી.પ્રેમ નાથે હિન્દી સિનેમામાં ઘણી ફિલ્મો કરી જેમાં બરસાત,અવારા,તીસરી મંઝિલ અને જોની મેરા નામનો સમાવેશ થાય છે.
 • અરવિંદ ત્રિવેદી

 • અભિનેતા અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરની રામનયમાં રાવણનો રોલ કર્યો હતો.તે સમય દરમિયાન,અરવિંદ ત્રિવેદીની છબી એવી બની ગઈ કે વાસ્તવિક જીવનમાં લોકો તેમને વિલનની જેમ જોવા લાગ્યા.રામાયણમાં અરવિંદ ત્રિવેદીનો અભિનય આજે પણ યાદ છે.
 • આર્ય બબ્બર

 • રાજ બબ્બરનો પુત્ર અને અભિનેતા આર્યા બબ્બર ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે.આર્ય બબ્બર સીરીયલમાં સંકટ મોચક મહાબાલી હનુમાનમાં રાવણનો રોલ કર્યો હતો.હિન્દી ફિલ્મો ઉપરાંત તેણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
 • પારસ છાબડા

 • બિગ બોસ 13 ના કન્ટેસ્ટંટ પારસ છાબડા પણ રાવણની ભૂમિકામાં નજર આવ્યા છે.પારસ સીરીયલ વિધ્નહર્તા ગણેશમાં રાવણનો રોલ કર્યો હતો.જો કે,તેના પાત્રને વધારે લોકપ્રિયતા મળી નથી.બિગ બોસમાં હતા ત્યારે પારસ ઘણી વખત રાવણના સંવાદો બોલતા જોવા મળ્યા હતા.
 • તરુણ ખન્ના

 • દેવોં કે દેવ મહાદેવ ટીવીની હિટ સિરીયલોમાંની એક છે.તેના બધા પાત્રો ખૂબ પ્રખ્યાત થયા.તરુણ ખન્ના રાવણની ભૂમિકામાં નજર આવ્યા હતા.જો કે ભગવાન શિવ વિશે સિરિયલ બતાવવામાં આવી હતી,પરંતુ તેમાં રામાયણના થોડા એપિસોડ ઉમેરવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *