બોલિવૂડના આ કલાકારોએ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના કર્યા હતા બીજા લગ્ન

Uncategorized
  • બોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઇફ પણ ઓછી પ્રખ્યાત નથી.ફિલ્મ કલાકારોની લવ લાઇફ ખાસ કરીને ચર્ચામાં છે.બોલીવુડમાં રિલેશનશિપ બ્રેક કરવું સામાન્ય છે.આજે અમે તમને આવા જ કેટલાક ફિલ્મી સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પહેલી પત્નીને છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી લીધા હતા.

  • બોલિવૂડના ‘હી-મેન’ ધર્મેન્દ્રએ લગ્ન કર્યા હોવા છતાં ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિનીના પ્રેમમાં પડી ગયા હતા.એવું કહેવામાં આવે છે કે તે કોઈ પણ રીતે હેમા સાથે લગ્ન કરવા માંગતો હતો.પરંતુ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર તેને છૂટાછેડા દેવાની ના પાડી હતી.ધર્મેન્દ્રએ પણ આ નો તોડ કાઢ્યો અને હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ પરિવર્તિત કર્યો ધર્મેન્દ્રએ ઇસ્લામિક વેડિંગ એક્ટ હેઠળ હેમા માલિની સાથે લગ્ન કર્યા.આવી સ્થિતિમાં ધર્મેન્દ્રએ છૂટાછેડા વિના હેમા માલિની સાથે લગ્ન કર્યા.આજે પણ ધર્મેન્દ્ર તેની બંને પત્નીઓને સમય આપે છે.પ્રકાશ અને ધર્મેન્દ્ર વચ્ચેના સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા હતા પરંતુ આ સંબંધ તૂટ્યો નથી અને તે હજી પણ સાથે રહે છે.

  • રાજ બબ્બર અને સ્મિતા પાટિલે 80 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.ફિલ્મોમાં કામ કરતી વખતે સેટ પર બંને વચ્ચે પ્રેમ થવા લાગયો ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ રાજ બબ્બરના લગ્ન તે સમયે નાદિરા બબ્બર સાથે થયા હતા.આ હોવા છતાં રાજ બબ્બરે સ્મિતા સાથેના તેના સંબંધોને આગળ વધાર્યા સ્મિતા સાથે લગ્ન કર્યા સ્મિતા અને રાજના લગ્નથી પ્રિતિક બબ્બર નો જન્મ થયો.જોકે પ્રિતિકના જન્મ પછી જ સ્મિતા પાટિલનું નિધન થયું અને રાજ તેની પહેલી પત્ની નાદિરા બબ્બરની પાસે ગયો.

  • હિન્દી સિનેમાના ઇતિહાસના સૌથી પ્રખ્યાત લેખકોમાંના એક સલીમ ખાન તેની બે પત્ની સલમા ખાન અને હેલેનથી ખુશ છે.સલીમ ખાને અગાઉ સલમા સાથે લગ્ન કર્યા હતા.જે બાદ તેને પ્રખ્યાત અભિનેત્રી અને ડાન્સર હેલન સાથે પ્રેમ થઈ ગયો.સલમા તેમના બીજા લગ્નથી ખુશ નહોતી અને તેમના સંબંધ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા.પરંતુ આજે ત્રણેય પરિવારની જેમ એક બીજા સાથે ખુશીથી જીવે છે.

  • લગ્ન થયાં ત્યારે પણ સંજય ખાન ઝીનત અમન સાથે પ્રેમમાં પડ્યો હતો.સંજય ખાનની પહેલી પત્ની ઝરીન ખાનને ઝીનત અમન સાથેની નિકટતા ગમતી નહોતી.આવી સ્થિતિમાં સંજયે ઝરીત અમન સાથે ઝરીનને છૂટાછેડા આપ્યા વિના લગ્ન કર્યા હતા અને બંને લગભગ 2 વર્ષ સાથે હતા.પરંતુ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે સંજય અને તેની પહેલી પત્ની ઝરીન ખાન ઝીનત પર ઘરેલું હિંસા કરતાં હતા.ઝીનત અમન બે વર્ષ બાદ સંજય ખાનથી અલગ થઈ ગઈ.

  • મહેશ ભટ્ટે 20 વર્ષની વયે તેની ગર્લફ્રેન્ડ લોરેન બ્રાઇટ સાથે લગ્ન કર્યા.21 વર્ષની ઉંમરે તેઓ પૂજા ભટ્ટના પિતા બન્યા.આ પછી મહેશ ભટ્ટ સોની રઝદાનને મળ્યો અને તે તેના પ્રેમમાં પડી ગયો અને ત્યારબાદ લગ્નનું આયોજન શરૂ થઈ ગયું.સોની રઝદાનના પિતાએ મહેશની સામે એક શરત મૂકી હતી કે આ માટે તેણે તેની પહેલી પત્ની લોરેન સાથે છૂટાછેડા લેવા પડશે.પરંતુ મહેશે લોરેનને છૂટાછેડા આપવાની ના પાડી.મહેશ ભટ્ટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને સોની રઝદાન સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેની પહેલી પત્ની હતી.સોની સાથે લગ્ન કર્યા બાદ મહેશ શાહીન અને આલિયા ભટ્ટના પિતા બન્યા.

  • પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણની પહેલી પત્ની રંજના ઝા હતી,જેને ઉદિતે તેની પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી હતી અને બીજા લગ્ન કર્યા હતા.પ્રથમ પત્નીએ કાનૂની કાર્યવાહીની ધમકી આપ્યા બાદ ઉદિત નારાયણ સમાધાન માટે સંમત થયા હતા.તેણે તેની પહેલી પત્ની રંજનાને બીજી પત્ની દીપા જેટલો જ પત્ની દર્જો આપવાનું સ્વીકાર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *